અમદાવાદમાં ભારે વરસાદ: શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં, હવામાન વિભાગનું રેડ એલર્ટ
સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
6 ઑગસ્ટ, 2026, 01:27 PM · ૧૫૪૨૦ વ્યુઝ

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માત્ર છ કલાકમાં ૧૨૦ મિમી વરસાદ નોંધાયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પાણી ઉલેચવાના કામમાં લાગી ગઈ છે. અંડરપાસ બંધ કરી દેવાયા છે અને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


