રાજકોટમાં ફરી બેફામ કાર ચાલકે સર્જ્યો હિટ એન્ડ રન: તપાસ શરૂ
રાજકોટમાં મોડી રાત્રે બેફામ કારે દંપતીને અડફેટે લેતાં ગંભીર ઈજા, પોલીસે તપાસ શરૂ કરી.
6 ઑગસ્ટ, 2026, 08:52 AM · ૮૭૪૦ વ્યુઝ

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા.
ઘટના બાદ કાર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘાયલ દંપતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.


